ડિસેમ્બર 5, 2025 7:28 પી એમ(PM)

printer

‘પરીક્ષા પે ચર્ચા’ની 9મી આવૃત્તિ જાન્યુઆરી 2026માં યોજાશે

‘પરીક્ષા પે ચર્ચા’ની 9મી આવૃત્તિ આવતા મહિને જાન્યુઆરીમાં યોજાશે. કાર્યક્રમમાં ભાગ લેવા ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો-વાલીઓ માટે પહેલી ડિસેમ્બરથી 11 જાન્યુઆરી દરમિયાન https://innovateindia1.mygov.in પર ઓનલાઈન MCQ પ્રકારની સ્પર્ધાનું આયોજન કરાયું છે. આ સ્પર્ધા દ્વારા સહભાગીઓને તેમના પ્રશ્નો પ્રધાનમંત્રીને સંબોધવા માટે આમંત્રિત કરવામાં આવે છે. NCERT દ્વારા શોર્ટલીસ્ટ કરવામાં આવેલા પસંદગીના પ્રશ્નોનો ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવશે. સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સહભાગીઓને NCERT દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવશે.
આ કાર્યક્રમના પ્રચાર-પ્રસાર માટે શાળાઓએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ્સ અને #PPC2026 ટેગનો ઉપયોગ કરવા જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત, વિદ્યાર્થીઓ તથા શાળાઓ પોતાના પોસ્ટર-ક્રિએટિવ વિડિયો વગેરે બનાવીને પણ પોસ્ટ કરી શકે છે, જેમાંથી પસંદ કરેલા વિડિયોને MyGov પ્લેટફોર્મ પર પ્રદર્શિત કરાશે.