પરિક્ષા પે ચર્ચાની 8મી આવૃત્તિ આવતા મહિને યોજાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આ સંવાદ કાર્યક્રમ માટે નોંધણી શરૂ થઈ ગઈ છે અને MyGov પોર્ટલ પર 14મી જાન્યુઆરી સુધી આ નોંધણી પ્રક્રિયા ખુલ્લી રહેશે. પરીક્ષાના તણાવને ઘટાડવા અને વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓને જીવનને ઉત્સવ તરીકે ઉજવવાના પ્રોત્સાહન સાથે આ કાર્યક્રમ યોજાય છે.
એક નિવેદનમાં, શિક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે, ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતાપિતા માટે MCQ ફોર્મેટમાં ક્વિઝ સ્પર્ધા વિકસાવવામાં આવી છે.
નોંધણી પ્રક્રિયા દરમિયાન, વિદ્યાર્થીઓ પ્રધાનમંત્રીને પૂછવાના તેમના પસંદગીના પ્રશ્નો રજૂ કરી શકે છે. આ પ્રશ્નો પરીક્ષાના તણાવ, કારકિર્દી, ભાવિ યોજનાઓ અથવા સામાન્ય રીતે જીવનને લગતા હોઈ શકે છે.