ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 2, 2025 7:41 એ એમ (AM)

printer

પરવાના વિના પ્રેગાબલિન એપીઆઇ ડ્ર્ગ્સનું ઉત્પાદન અને વેચાણ કરવાનું અમદાવાદ અને અંકલેશ્વરમાંથી કૌભાંડ ઝડપાયું.

અમદાવાદ અને અંકલેશ્વર ખાતે કેમીકલના IUPAC નામે કોઇપણ પરવાના વગર બલ્ક ડ્રગ પ્રેગાબલિન એપીઆઇનું ઉત્પાદન અને વેચાણના ષડયંત્રનો ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ પર્દાફાશ કર્યો છે.પ્રેગાબલિન એપીઆઇનું કેમીકલ ફેક્ટરીમાં ટેસ્ટીંગ કર્યા વગર વેચાણ કરતી કંપનીઓમાં દરોડા પાડવામાં આવી હોવાનું રાજ્યના ખોરાક અને ઓષધ નિયમન તંત્રના કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યું હતું. તંત્ર દ્વારા ઝડપાયેલા એક હજાર કિલોગ્રામ જથ્થામાંથી જરૂરી નમૂના લઈ 21 લાખ કરતાં વધુ રૂપિયાના એ.પી.આઇ.નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.તંત્રને મળેલ બાતમી મુજબ એ.પી.આઇ.નું ટ્રેડીંગ કરતી અમદાવાદ સ્થિત કંપનીને ત્યાં દરોડો પાડતાં અંદાજીત 85 લાખની કિંમતનું 4 હજાર 300 કિલોગ્રામ પ્રેગાબલિનનું વેચાણ કર્યાના પુરાવા મળ્યા હતા. અંકલેશ્વર ખાતે પણ કેમિકલ ફેક્ટરીમાં તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી હેઠળ જપ્ત કરાયો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ