રિપબ્લિકન કોંગ્રેસમેન અને ઈન્ડિયા કોકસના સહ-અધ્યક્ષ, રિચ મેકકોર્મિકે ભારત-અમેરિકા ભાગીદારીને વધુ મજબૂત બનાવવાનું આહ્વાન કર્યું છે. તેમણે કહ્યું કે બંને દેશો સાથે મળીને વૈશ્વિક શાંતિની બીજી પેઢીનો પ્રારંભ કરી શકે છે.હડસન ઇન્સ્ટિટ્યૂટ ખાતે એક કાર્યક્રમમાં બોલતા, શ્રી મેકકોર્મિકે કહ્યું કે ટ્રમ્પ વહીવટીતંત્રે ભારત જેવા મિત્રોને અમેરિકાની નજીક રાખવા જોઈએ. તેમણે ટ્રમ્પ વહીવટીતંત્રને ભારત સામેની તેની ટેરિફ નીતિમાં સતર્ક રહેવા સલાહ આપી. શ્રી મેકકોર્મિકે ભારતના અવકાશ કાર્યક્રમ અને 2023માં ચંદ્રના દક્ષિણ ધ્રુવ નજીક અવકાશયાન સફળતાપૂર્વક ઉતારનાર વિશ્વનો પ્રથમ દેશ બનવાની સિદ્ધિની પણ પ્રશંસા કરી
Site Admin | નવેમ્બર 4, 2025 9:51 એ એમ (AM)
પબ્લિકન કોંગ્રેસમેન અને ઈન્ડિયા કોકસના સહ-અધ્યક્ષ, રિચ મેકકોર્મિકે ભારત-અમેરિકા ભાગીદારીને વધુ મજબૂત બનાવવાનું આહ્વાન કર્યું