ફેબ્રુવારી 4, 2025 8:02 પી એમ(PM)

printer

પંજાબ પ્રિઝન ઓલિમ્પિક્સ 2025નો આજે પટિયાલાની સેન્ટ્રલ જેલમાં પ્રારંભ થયો

પંજાબ પ્રિઝન ઓલિમ્પિક્સ 2025નો આજે પટિયાલાની સેન્ટ્રલ જેલમાં પ્રારંભ થયો. સૌ પ્રથમ વાર રાજ્યભરની 25 જેલોના કેદીઓ આ ઓલિમ્પિક્સમાં ભાગ લઈ રહ્યા છે. જેમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે. તેઓ વોલીબોલ, કબડ્ડી, એથ્લેટિક્સ, બેડમિન્ટનઅને શોટ પુટ જેવી રમતોમાં ભાગ લઈ રહ્યા છે. ત્યારબાદ વિજેતાઓ આંતર-ઝોન સ્તરે સ્પર્ધા કરશે. સૂત્રોએ જણાવ્યું હતું કે આવી સ્પર્ધાત્મક રમતગમતની ઘટનાઓ કેદીઓને માનસિક રીતે હળવાશ અનુભવવામાં અને રચનાત્મક રીતે વિચારવામાં મદદ કરે છે જેથી તેઓ તેમની ભૂલોમાંથી શીખીને વધુ સારા નાગરિક બની શકે.