મે 11, 2025 4:57 પી એમ(PM)

printer

પંજાબ પોલીસે નવી દિલ્હીમાં પાકિસ્તાન દૂતાવાસમાં તૈનાત અધિકારીનીસરહદ પારની જાસૂસીમાં સંડોવણીનો ઘટસ્ફોટ કર્યો

પંજાબ પોલીસે નવી દિલ્હીમાં પાકિસ્તાન દૂતાવાસમાં તૈનાત અધિકારીનીસરહદ પારની જાસૂસીમાં સંડોવણીનો ઘટસ્ફોટ કર્યો છે. પાકિસ્તાનમાં ઓપરેટરોને ભારતીય સેનાની પ્રવૃત્તિઓ સંબંધિત સંવેદનશીલમાહિતી મોકલવામાં સંડોવાયેલા બે લોકોની પંજાબના મલેરકોટલા શહેરમાંથી ધરપકડ કરવામાંઆવી છે. પંજાબ પોલીસ વડા ગૌરવ યાદવે સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યુંહતું કે, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓ ગુપ્ત માહિતીના બદલામાં ઓનલાઈનવ્યવહારો દ્વારા ચુકવણી મેળવતા હતા.