પંજાબ પોલીસના લુધિયાણામાં કરેલા એન્કાઉન્ટરમાં 2 આરોપી ઘાયલ થયા છે. શંકાસ્પદો પાસેથી બે ચાઇનીઝ બનાવટના હેન્ડ ગ્રેનેડ, પાંચ અદ્યતન પિસ્તોલ અને લગભગ 50 જીવંત કારતુસ મળી આવ્યા છે.એન્કાઉન્ટર દરમિયાન પોલીસે સ્વબચાવમાં કાર્યવાહી કરી હતી. લુધિયાણા પોલીસ કમિશનર સ્વપ્ન શર્માએ ખુલાસો કર્યો કે આ બંને તેમના વિદેશી સાગરીતોની મદદથી રાજ્યભરમાં સરકારી ઇમારતો અને અન્ય લક્ષ્યો પર ગ્રેનેડ હુમલાની ફિરાકમાં હતા..
Site Admin | નવેમ્બર 21, 2025 9:14 એ એમ (AM)
પંજાબ પોલીસના લુધિયાણામાં કરેલા એન્કાઉન્ટરમાં 2 આરોપી ઘાયલ