પંજાબ પોલીસના એન્ટી-નાર્કોટિક્સ સ્ક્વોડ અને બોર્ડર સિક્યુરિટી ફોર્સે ગઈકાલે બે સંયુક્ત કાર્યવાહીમાં હથિયારો, દારૂગોળો અને માદક દ્રવ્યો સાથે સાત લોકોની ધરપકડ કરી છે.પ્રથમ કાર્યવાહીમાં અમૃતસરના એક સરહદી ગામમાંથી આશરે 20 કિલો હેરોઈન સાથે ચાર લોકોની ધરપકડ કરવામાં આવી. પ્રાથમિક તપાસ મુજબ, મુખ્ય આરોપી પાકિસ્તાની દાણચોરોના સંપર્કમાં હતો અને માદક દ્રવ્યોના કન્સાઇનમેન્ટ પૂરા પાડવામાં સામેલ હતો.અન્ય એક કાર્યવાહીમાં, ભટિંડા પોલીસે ગેરકાયદેસર પિસ્તોલ અને જીવતા કારતૂસ સાથે ત્રણ લોકોની ધરપકડ કરી. આરોપીઓમાંથી એક તાજેતરમાં કેનેડાથી હત્યાના ઇરાદાથી પાછો ફર્યો હતો.
Site Admin | જાન્યુઆરી 7, 2026 9:28 એ એમ (AM)
પંજાબ પોલીસના એન્ટી-નાર્કોટિક્સ સ્ક્વોડ અને બોર્ડર સિક્યુરિટી ફોર્સે સાત લોકોની કરી ધરપકડ