સપ્ટેમ્બર 5, 2025 8:29 એ એમ (AM)

printer

પંજાબ પૂરનો મૃત્યુઆંક વધીને ૪૩ થયો – ૧૯૦૦થી વધુ ગામડાઓ અસરગ્રસ્ત

પંજાબ પૂરનો મૃત્યુઆંક વધીને ૪૩ થયો છે. પૂરની રાજ્યભરના ૧૯૦૦ થી વધુ ગામડાઓ અસરગ્રસ્ત થયા છે.૪ લાખ એકરથી વધુ ખેતીલાયક જમીનમાં પાક ડૂબી ગયો છે અને રાજ્યમાં મૃત્યુઆંક વધીને ૪૩ થયો છે.
પૂરની પરિસ્થિતિનો તાગ મેળવવા માટે પંજાબની મુલાકાતે આવેલા કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ખાતરી આપી છે કે કેન્દ્ર દ્વારા સરહદી રાજ્યને આ મુશ્કેલીમાંથી બહાર કાઢવામાં આવશે. તેમણે કહ્યું કે રાજ્ય આપત્તિ રાહત ભંડોળ હેઠળ રાજ્ય પાસે ભંડોળ પહેલેથી જ છે. બે કેન્દ્રીય ટીમો કુલ નુકસાનનું મૂલ્યાંકન કરી રહી છે અને બધું જ ધ્યાન રાખવામાં આવશે.આ દરમિયાન, આમ આદમી પાર્ટીના સાંસદોએ પૂર રાહત કાર્યો માટે MPLADS ભંડોળનો ઉપયોગ કરવાની જાહેરાત કરી છે.