એપ્રિલ 19, 2025 9:24 એ એમ (AM)

printer

પંજાબ કિંગ્સે ચેન્નાઈમાં વરસાદથી પ્રભાવિત મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને પાંચ વિકેટથી હરાવ્યું

IPL ક્રિકેટમાં, આજે અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સનો મુકાબલો દિલ્હી કેપિટલ્સ સામે થશે, મેચ બપોરે ત્રણ વાગે શરૂ થશે જ્યારે અન્ય એક મેચમાં જયપુરમાં સાંજે સાડા સાત વાગે રાજસ્થાન રોયલ્સ લખનૌ સુપર જાયન્ટ્સ સામે ટકરાશે.દરમ્યાન ગઇકાલે પંજાબ કિંગ્સે ચેન્નાઈમાં વરસાદથી પ્રભાવિત મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને પાંચ વિકેટથી હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા બેંગ્લોરે 14 ઓવરમાં 95 રન બનાવ્યા. પંજાબે 11 બોલ બાકી રહેતા 96 રનનો લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.