પંજાબમાં, હૂચ દુર્ઘટનામાં મૃત્યુઆંક 21 પર પહોંચ્યો છે, જ્યારે અનેક લોકો હજુ પણ હોસ્પિટલમાં દાખલ છે. આ ઘટના અમૃતસરના મજીઠા મતવિસ્તારમાં બની હતી, જ્યાં ચાર ગામોના લોકોએ ગઈકાલે રાત્રે કથિત ઝેરી કેફી દ્રવ્યનું સેવન કર્યું હતું. મૃતકોના પરિવારજનો સાથે મુલાકાત કરીને મુખ્યમંત્રી ભગવંતસિંઘ માને કહ્યું કે જવાબદારોને છોડવામાં આવશે નહીં. દરમિયાન, બે એક્સાઇઝ અધિકારીઓ, એક નાયબ પોલીસ અધિક્ષક અને એક સ્ટેશનહાઉસ ઓફિસરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં મુખ્ય આરોપી સહિત દસ લોકોની ધરપકડ કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ મૃતકના નજીકના સંબંધીઓને 10 લાખ રૂપિયાની સહાય અને પરિવારના એક સભ્યને નોકરી આપવાની જાહેરાત કરી છે. દરમિયાન, વિપક્ષના નેતા પ્રતાપ સિંહ બાજવાએ આ દુર્ઘટના અંગે મુખ્યમંત્રીની ટીકા કરી છે.
Site Admin | મે 13, 2025 7:02 પી એમ(PM)
પંજાબમાં, હૂચ દુર્ઘટનામાં મૃત્યુઆંક 21 પર પહોંચ્યો