પંજાબમાં વિરોધ કરી રહેલા ખેડૂતોએ આજના દિવસ માટે દિલ્હી સુધીની તેમની પદયાત્રા સ્થગિત કરી દીધી હતી.
એવું જાણવા મળ્યું છે કે ખેડૂત આગેવાનો આ અંગે બેઠક કરીને આગામી કાર્ય યોજના નક્કી કરશે. અમારા જલંધરના સંવાદદાતા જણાવે છે કે, અગાઉ, ખેડૂતોના એક જૂથે આજે બપોરે દિલ્હી તરફ પગપાળા તેમની વિરોધ કૂચ ફરી શરૂ કરી હતી, પરંતુ હરિયાણા પોલીસ દ્વારા દિલ્હી જવાની કોઈપણ મંજૂરી ન હોવાથી શંભુ બોર્ડર પર અટકાવવામાં આવ્યા હતા.
Site Admin | ડિસેમ્બર 8, 2024 7:43 પી એમ(PM)
પંજાબમાં વિરોધ કરી રહેલા ખેડૂતોએ આજના દિવસ માટે દિલ્હી સુધીની તેમની પદયાત્રા સ્થગિત કરી દીધી
