ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 6, 2025 1:44 પી એમ(PM)

printer

પંજાબમાં વરસાદમાં ઘટાડો થતાં રાજ્યની નદીઓમાં પૂરનું પ્રમાણ ઘટ્યું

પંજાબમાં વરસાદમાં ઘટાડો થતાં રાજ્યની નદીઓમાં પૂરનું પ્રમાણ ઘટ્યું છે. પરંતુ સમગ્ર રાજ્યમાં ખેતીની જમીન હજુ પણ પાણીમાં ડૂબેલી છે. અત્યાર સુધીમાં 22 જિલ્લાઓના 1,948 ગામોના 3 લાખ 84 હજાર લોકો પ્રભાવિત થયા છે. પંજાબના મહેસૂલ મંત્રી હરદીપ સિંહ મુંડિયનએ જણાવ્યું હતું કે પંજાબના ડૂબી ગયેલા વિસ્તારોમાંથી 21 હજાર 929 લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. ગુરુદાસપુરમાંથી સૌથી વધુ લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. હજારો એકર ખેતીની જમીન ડૂબી ગઈ છે. કેન્દ્રની બે આંતર-મંત્રી ટીમોએ રાજ્યને થયેલા નુકસાનનું મૂલ્યાંકન શરૂ કરી દીધું છે.
ભાખરા બિયાસ મેનેજમેન્ટ બોર્ડના અધ્યક્ષ મનોજ ત્રિપાઠીએ કહ્યું છે કે ભાખરા ડેમમાંથી વધારાનું પાણી છોડવાનો કોઈ ભય નથી. દરમિયાન, રાજ્યમાં મોટા પાયે રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. જિલ્લા વહીવટીતંત્રે લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવા વિનંતી કરી છે.
દરમિયાન સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં પૂરગ્રસ્ત રાજ્યોની મુલાકાત લેશે અને પરિસ્થિતિનો તાગ મેળવશે.