મે 13, 2025 1:49 પી એમ(PM)

printer

પંજાબમાં કથિત રીતે ઝેરી કેફી દ્રવ્ય પીવાના કારણે અંદાજે 14-ના મોત.

પંજાબમાં અમૃતસર જિલ્લાના મજીઠા ખાતે કથિત રીતે ઝેરી કેફી દ્રવ્ય પીવાના કારણે અંદાજે 14 લોકોના મોત થયાના અહેવાલ છે. જ્યારે છ અન્ય લોકોને હૉસ્પિટલમાં દાખલ કરાયા છે. અમૃતસરનાં નાયબ કમિશનર સાક્ષી સાહનીએ કહ્યું, આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં અત્યાર સુધી 14 લોકોના મોત થયાની પુષ્ટિ થઈ છે. તેમણે કહ્યું, સરકાર તમામ લોકોને શક્ય તમામ સહાય પૂરી પાડશે.
નાયબ કમિશનરે કહ્યું, અસરગ્રસ્ત વિસ્તારમાં તાત્કાલિક તબીબી ટુકડીને મોકલવામાં આવી છે અને તે ઘરેઘરે જઈને માહિતી મેળવી રહી છે. તેમણે ઉમેર્યુ, કથિત રીતે ઝેરી કેફી દ્રવ્યનો પૂરવઠો પૂરો પાડનારા લોકોની ધરપકડ કરવામાં આવી છે અને આગળની તપાસ ચાલી રહી છે.