પંજાબમાં, અમૃતસર ઝેરી કેફી દ્રવ્ય પીવાથી સર્જાયેલી દુર્ઘટનાનો મૃત્યુઆંક 27 પર પહોંચી ગયો છે. દરમિયાન, દિલ્હી સ્થિત ફેક્ટરી માલિકો, એક પિતા અને પુત્ર, જેમણે તેમની ફેક્ટરીમાંથી ઓનલાઈન મિથેનોલ વેચ્યું હતું, તેમની પણ અમૃતસર પોલીસે ધરપકડ કરી છે. નાયબ પોલીસ અધિક્ષક મનિન્દર સિંહે જણાવ્યું હતું કે બંનેને સ્થાનિક અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા, જેણે તેમને પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા છે. અગાઉ, મુખ્ય સૂત્રધાર સહિત 18 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
Site Admin | મે 15, 2025 7:33 પી એમ(PM)
પંજાબમાં, અમૃતસર ઝેરી કેફી દ્રવ્ય પીવાથી સર્જાયેલી દુર્ઘટનાનો મૃત્યુઆંક 27 પર પહોંચ્યો