ક્રિકેટમાં વિજય હજારે ટ્રોફીની બીજી સેમિફાઇનલમાં, સૌરાષ્ટ્રએ પંજાબને 9 વિકેટથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો. આવતીકાલે ફાઇનલમાં સૌરાષ્ટ્રનો મુકાબલો વિદર્ભ સામે થશે.બેંગ્લુરુમાં રમાયેલી મૅચમાં પંજાબની ટીમે પહેલે બેટિંગ કરી નિર્ધારિત 50 ઑવરમાં 291 રન કર્યા હતા.જવાબમાં સૌરાષ્ટ્રએ 39 ઓવર અને 3 બોલમાં આ લક્ષ્યાંક હાંસલ કર્યો. સૌરાષ્ટ્ર માટે વિશ્વરાજ સિંહ જાડેજાએ અણનમ 165 રનની ઇનિંગ રમી હતી. આ રમત બદલ તેમણે પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા હતા.
Site Admin | જાન્યુઆરી 17, 2026 10:02 એ એમ (AM)
પંજાબને હરાવીને સૌરાષ્ટ્ર વિજય હજારે ટ્રોફીની ફાઇનલમાં પ્રવેશ્યું