પંજાબની ચાર વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી માટે સવારથી શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલી રહ્યું છે. બરનાલા, શ્રી મુક્તસર સાહિબમાં ગિદ્દરબાહા, ગુરદાસપુરમાં ડેરા બાબા નાનક અને હોશિયારપુરમાં પેટા ચૂંટણી ચાલી રહી છે.. લગભગ 7 લાખ મતદારો તેમના મતાઅધિકારનો ઉપયોગ કરી રહ્યા છે.
પંજાબના મુખ્ય ચૂંટણી કાર્યાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, સવારે 11.00 વાગ્યા સુધી મતદાનની ટકાવારી 20.76 ટકા નોંધાઈ હતી.
ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તમામ 831 મતદાન મથકો પર 100% લાઇવ વેબકાસ્ટિંગ સાથે સીસીટીવી કેમેરા દ્વારા દેખરેખ રાખવામાં આવી રહી છે, મતદાન સાંજે 6.00 વાગ્યે સમાપ્ત થશે. 23 નવેમ્બરે મતગણતરી થશે.
જ્યારે ઉત્તરાખંડમાં કેદારનાથ વિધાનસભા બેઠક માટે મતદાન શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યું છે, અત્યાર સુધીમાં 17.69 ટકા મતદાન નોંધાયું છે. આ મતવિસ્તારમાં કુલ 90,875 નોંધાયેલા મતદારો ચૂંટણી લડી રહેલા છ ઉમેદવારો આ ચૂંટણી દ્વારા રાજકીય ભવિષ્ય નક્કી થશે.
Site Admin | નવેમ્બર 20, 2024 2:49 પી એમ(PM)
પંજાબની ચાર વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી માટે સવારથી શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલી રહ્યું છે
