ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 9, 2025 10:17 એ એમ (AM)

printer

પંજાબના લુધિયાણામાં ગઈકાલે સાંજે એક નિર્માણાધીન ફેક્ટરીની છત ધરાશાયી થતાં એક કામદારનું મોત થયું છે અને પાંચ અન્ય ઘાયલ થયા છે.

પંજાબના લુધિયાણામાં ગઈકાલે સાંજે એક નિર્માણાધીન ફેક્ટરીની છત ધરાશાયી થતાં એક કામદારનું મોત થયું છે અને પાંચ અન્ય ઘાયલ થયા છે. પોલીસ સૂત્રોએ આકાશવાણી ન્યૂઝ જલંધરને જણાવ્યું કે, કાટમાળ નીચે ફસાયેલા સાત કામદારોમાંથી પાંચ ઘાયલોને બચાવી લેવામાં આવ્યા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે એક કામદાર ની શોધ ચાલી રહી છે. ઘટના જાણ થતાં જ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી અને હજુ પણ ચાલી રહી છે. લુધિયાણાના ડેપ્યુટી કમિશનર જીતેન્દ્ર જોરવાલે જણાવ્યું કે, NDRF ની બે ટીમો, સ્થાનિક પોલીસ અને અન્ય અધિકારીઓ સહિત અનેક એજન્સીઓ બચાવ કામગીરીમાં સામેલ છે. આરોગ્ય વિભાગની ટીમો પણ સ્થળ પર તૈનાત કરવામાં આવી છે.