ડિસેમ્બર 26, 2024 2:10 પી એમ(PM) | પંજાબ

printer

પંજાબના પાણી પૂરવઠા અને સ્વચ્છતા મંત્રી હરદીપસિંહ મુંડિયાને કહ્યું કે,પંજાબ દેશનું પાંચમું એવું રાજ્ય બન્યું છે

પંજાબના પાણી પૂરવઠા અને સ્વચ્છતા મંત્રી હરદીપસિંહ મુંડિયાને કહ્યું કે,પંજાબ દેશનું પાંચમું એવું રાજ્ય બન્યું છે, જેણે ગ્રામીણ ઘરોમાં 100 ટકા પાઈપથી પાણી પૂરવઠાની સુવિધા ઉપલબ્ધ કરાવી છે.
કેન્દ્ર સરકારની યોજના ‘હર ઘર જલ’ અંતર્ગત આ સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. તેમણે કહ્યું, રાજ્યના એક હજાર 706 ગામમાં પાણીની અછતને દૂર કરવા 2 હજાર 174 કરોડ રૂપિયાના ખર્ચથી 15 મુખ્ય નહેર જળ પરિયાજનાઓ ચાલી રહી છે. આ પરિયોજનાઓથી અંદાજે 25 લાખ વસતિ અને ચાર લાખ પરિવારોને પીવાનું શુદ્ધ પાણી મળશે. શ્રી સિંહે કહ્યું, સ્વચ્છ ભારત અભિયાન ગ્રામીણ અંતર્ગત રાજ્યના તમામ ગામે ખૂલ્લામાં શૌચથી મુક્ત- ઓડીએફ ગામનો દરજ્જો પણ હાંસલ કર્યો છે.