પંજાબના પઠાણકોટ, ગુરદાસપુર, ફાઝિલ્કા, ફિરોઝપુર, હોશિયારપુર, કપૂરથલા અને તરનતારન સહિત સાત જિલ્લાઓ હાઇ એલર્ટ જાહેર કરાયું છે. અમૃતસરમાં પણ ચેતવણી જાહેર કરવામાં આવી છે. રાજ્યભરમાં પૂર નિયંત્રણ રૂમ શરૂ કરવામાં આવ્યા છે.પંજાબમાં, રાવી, બિયાસ અને સતલુજ નદીઓની કિનારે આવેલા રાજ્યના કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ ગંભીર બની રહી છે. ઘણા જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.પૂરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી ચાલુ રાખવા માટે તમામ અધિકારીઓની રજાઓ રદ કરવામાં આવી છે.છેલ્લા 48 કલાકથી વધુ સમયથી પંજાબના કેટલાક ભાગોમાં વરસાદને કારણે અને હિમાચલ પ્રદેશ અને જમ્મુ અને કાશ્મીરમાં છેલ્લા બે થી ત્રણ દિવસથી સતત વરસાદને કારણે રણજીત સાગર ડેમ અને પોંગ ડેમ મહત્તમ ક્ષમતા સુધી પહોંચી ગયા હોવાથી પાણી છોડવામાં આવ્યું છે.આ જિલ્લાઓના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળોએ અથવા રાહત શિબિરોમાં જવા સૂચના આપવામાં આવી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકોને સેના, બીએસએફ, એનડીઆરએફ અને પંજાબ પોલીસ દ્વારા બચાવવામાં આવી રહ્યા છે. પંજાબના જળ સંસાધન મંત્રી, બરિન્દર કુમાર ગોયલે, જે અન્ય લોકો સાથે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે, જણાવ્યું હતું કે લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવા માટે હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવ્યા છે.30 ઓગસ્ટ સુધી તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે અને નાગરિકોને નદી કિનારાથી દૂર રહેવા અને અફવાઓ ફેલાવવાનું અને તેના પર વિશ્વાસ કરવાનું ટાળવા વિનંતી કરવામાં આવી છે.
Site Admin | ઓગસ્ટ 27, 2025 9:02 એ એમ (AM)
પંજાબના પઠાણકોટ, ગુરદાસપુર, ફાઝિલ્કા, ફિરોઝપુર, હોશિયારપુર, કપૂરથલા અને તરનતારન સહિત સાત જિલ્લાઓ હાઇ એલર્ટ જાહેર
