ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને કહ્યું છે કે ભારત 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ સાથે મજબૂત રીતે ઉભું છે.તેમણે કહ્યું કે ભારતને વિકસિત, આત્મનિર્ભર અને આત્મવિશ્વાસુ બનાવવાનું લક્ષ્ય સંપૂર્ણપણે પ્રાપ્ત કરી શકાય તેવું છે. પંજાબના જલંધરના ફગવાડામાં લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં તેમણે કહ્યું કે ભારત વૈશ્વિક મહાસત્તા બનવા માટે પ્રયત્નશીલ છે.શ્રી રાધાકૃષ્ણને વધુમાં કહ્યું કે ડ્રગ્સનો દુરુપયોગ ગંભીર ચિંતાનો વિષય છે અને વિદ્યાર્થીઓએ તેનાથી દૂર રહેવું જોઈએ. ઉપરાષ્ટ્રપતિએ ઓપરેશન સિંદૂર દરમિયાન યુનિવર્સિટીની ભૂમિકાની પ્રશંસા કરી.
Site Admin | જાન્યુઆરી 10, 2026 3:09 પી એમ(PM)
પંજાબના જલંધરના ફગવાડામાં લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહ