પંજાબના અમૃતસરમાં એક ધાર્મિક સ્થળ ઉપર થયેલા ગ્રેનેડ હુમલામાં બહારની દિવાલને નુકસાન પહોંચ્યું છે.
અમૃતસરના પોલીસ કમિશનર ગુરપ્રીત ભુલેરે જણાવ્યું છે કે પ્રાથમિક તપાસમાં સીસીટીવી ફૂટેજના આધારે મોટરસાયકલ ઉપર આવેલા બે અજાણી વ્યક્તિઓએ ધાર્મિક સ્થળ હેન્ડ ગ્રેનેડ ફેંક્યો હતો. પંજાબ પોલીસે હુમલાખોરોની તપાસ સઘન બનાવી છે. તો બીજી તરફ ફોરેન્સીક નિષ્ણાતોએ ઘટનાસ્થળે પહોંચીને કેટલાક પુરાવાઓ એકઠાં કર્યા છે.