ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ડિસેમ્બર 30, 2024 2:20 પી એમ(PM) | ખેડૂત

printer

પંજાબનાં ખેડૂત સંગઠનો દ્વારા બંધના એલાનને પગલે માર્ગ અને રેલ વ્યવહાર ખોરવાયો

પાકના લઘુતમ ટેકાના ભાવ માટે કાનૂની ગેરન્ટી સહિતની માંગ સાથે પંજાબનાં ખેડૂતો દ્વારા બંધના એલાનને મજબૂત પ્રતિસાદ સાંપડ્યો છે. વંદે ભારત અને શતાબ્દિ સહિતની 200થી વધુ ટ્રેનો પર અસર પડી છે. કેટલાંક શહેરો અને નગરોમાં મોટાં ભાગનાં રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર વાહનવ્યવહાર બંધ રહ્યો છે, જેને કારણે રોજિંદા મુસાફરોને મુશ્કેલી પડી હતી. જો કે આવશ્યક સેવાઓ ચાલુ રહી છે.
ખેડૂતો શેરીઓમાં આવીને દુકાનદારોને બંધ પાળવાની ફરજ પાડી રહ્યા છે. એક મહિનાથી પણ વધુ સમયથી ભૂખ હડતાળ પર ઉતરેલા ખેડૂત નેતા જગજીતસિંહ દલ્લેવાલનાં સમર્થનમાં ખેડૂત સંગઠનોએ બંધનું એલાન આપ્યું છે. નવ કલાકનો રાજ્યવ્યાપી બંધ સાંજે ચાર વાગ્યા સુધી અમલી રહેશે. રાજ્યમાંથી અનિચ્છનિય ઘટનાના કોઈ અહેવાલ નથી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.