જાન્યુઆરી 3, 2026 7:18 પી એમ(PM)

printer

પંચાયત મંત્રી ઋષિકેશ પટેલે જિલ્લાના આયોજનના અનુદાનમાંથી સવા ગણું આયોજન કરવા જિલ્લા વિકાસ અધિકારીઓ – DDOને સૂચના આપી.

પંચાયત અને ગ્રામ ગૃહનિર્માણ મંત્રી ઋષિકેશ પટેલે જિલ્લાના આયોજનના અનુદાનમાંથી સવા ગણું એટલે કે, 125 ટકા આયોજન કરવા જિલ્લા વિકાસ અધિકારીઓ – DDOને સૂચના આપી છે. ગાંધીનગરમાં DDO પરિષદમાં તેમણે ગ્રામ્યસ્તરે ચાલી રહેલી વિકાસલક્ષી યોજનાઓની પ્રગતિની સમીક્ષા કરી અને અધિકારીઓને માર્ગદર્શન આપ્યું.
બેઠકમાં મંત્રીશ્રીએ કોઈ કામ રદ થાય તો અન્ય કામ તાત્કાલિક હાથ ધરી શકાય તેવુ આયોજન કરવા પણ સૂચના આપી છે. વધુમાં તેમણે જિલ્લાના સરકારી મકાનો પર સ્માર્ટમીટર અને સૉલાર રૂફટોપ લગાવવાની પ્રાથમિકતા પર ભાર મૂક્યો. ગ્રામીણ વિસ્તારોમાં રોડ, પાણી અને ગટરના કામની સમીક્ષા કરતા મંત્રીશ્રીએ સંકલિત ગટર વ્યવસ્થા કરવા પણ સૂચન આપ્યું.