પંચમહાલ જિલ્લાના મોરવા હડફ ખાતે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે ‘જનજાતીય ગૌરવ વર્ષ’ની ઉજવણીના ભાગરૂપે ‘જનજાતીય ગૌરવ રથયાત્રા’નો સ્વાગત કાર્યક્રમ યોજાયો.રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી પી.સી.બરંડા અને કૃષિ મંત્રી રમેશ કટારાએ ‘જનજાતીય ગૌરવ રથને પ્રસ્થાન કરાવ્યું. મંત્રીશ્રી દ્વારા આદિવાસી સમાજના પ્રતિભાશાળી યુવાનો, તેજસ્વી વિદ્યાર્થીઓ અને અગ્રેસર ખેડૂતોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા.આ પ્રસંગે મંત્રી રમેશ કટારાએ કહ્યું કે, આ યાત્રાનો મુખ્ય હેતુ દેશભરમાં એકતા અને સંગઠન સ્થાપિત કરવાનો છે અને ભગવાન બિરસા મુંડાનો ગૌરવશાળી ઇતિહાસ જનજન સુધી પહોંચાડવાનો છે.મંત્રી પી.સી. બરંડાએ કહ્યું કે, ભગવાન બિરસા મુંડાના વિચારોને લોકો સુધી લઈ જવાની આ યાત્રા સૌના માટે પ્રેરણાનો સ્ત્રોત છે.તો નર્મદા જિલ્લાના સાગબારાના જાવલી ગામે ગૌરવ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ પ્રસંગે ઉપસ્થિત આદિજાતિ મંત્રી નરેશ પટેલે જણાવ્યું કે, ભગવાન બિરસા મુંડાના જીવન અને આઝાદીની ચળવળમાં તેમના યોગદાન વિશે આપણી યુવા પેઢી જાણે અને તેમના વિચારોને સમજે તે જરૂરી છે.વડોદરા જિલ્લામાં ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતીની ઊજવણી ડભોઇ તાલુકામાં કાયાવરોહણ પાસે આવેલા મેનપૂરા ગામ ખાતે આગામી 14 નવેમ્બરના રોજ કરવામાં આવશે.
Site Admin | નવેમ્બર 12, 2025 9:28 એ એમ (AM)
પંચમહાલ, નર્મદા સહિતના જિલ્લાઓમાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે ‘જનજાતીય ગૌરવ વર્ષ’ની ઉજવણીના ભાગરૂપે ‘જનજાતીય ગૌરવ રથયાત્રા યોજાઇ