જુલાઇ 18, 2025 9:30 એ એમ (AM)

printer

પંચમહાલ જિલ્લા સહકારી બેન્કને રાજ્યની શ્રેષ્ઠ સહકારી જિલ્લા બેન્કનો પુરસ્કાર

ધી પંચમહાલ જિલ્લા સહકારી બેન્કને રાજ્યની 18 જિલ્લા સહકારી બેન્કોમાંથી શ્રેષ્ઠ કામગીરી કરતી સહકારી જિલ્લા બેન્કનો પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યો છે.પંચમહાલ, દાહોદ તથા મહીસાગર જિલ્લાનાં ખેડૂતો, પશુપાલકો તથા સામાન્ય લોકોને સેવા પૂરી પાડતી બેન્કની નાબાર્ડ દ્વારા 2024-2025 માટે પુરસ્કારની પસંદગી થઈ છે.તાજેતરમાં નાબાર્ડની સ્થાપનાનાં 44 વર્ષની ઉજવણી પ્રસંગે રાજયસભાનાં સાંસદ રમીલાબેન બારા તથા નાબાર્ડનાં ચીફ જનરલ મેનેજર બી.કે.સિંઘલનાં હસ્તે બેંકના ચીફ એકઝીકયુટીવ ઓફીસર રશેષ પી. શાહને પુરસ્કાર એનાયત ક૨વામાં આવ્યો હતો.