સપ્ટેમ્બર 20, 2024 3:31 પી એમ(PM) | પોષણ માસ

printer

પંચમહાલ જિલ્લામાં ‘સહી પોષણ દેશ રોશન’ અંતર્ગત પોષણ અને આરોગ્ય અંગે લોકોમાં જાગૃતતા લાવવા વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાઇ

રાજ્યમાં પોષણ માસની ઉજવણી ચાલી રહી છે ત્યારે પંચમહાલ જિલ્લામાં ‘સહી પોષણ દેશ રોશન’ અંતર્ગત પોષણ અને આરોગ્ય અંગે લોકોમાં જાગૃતતા લાવવા વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાઇ છે.
પંચમહાલ જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ સંયુક્ત બાળ વિકાસ સેવા વિભાગ દ્વારા ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે માતાઓને પોષણ માસ અંતર્ગત માર્ગદર્શન અપાયું હતું. જેમાં ટેક હોમ રાશનનો વધુમાં વધુ ઉપયોગ, બાળકના જન્મના એક કલાકમાં ધાવણ આપવાનું મહત્વ, બાળક 6 માસનું થાય ત્યાં સુધી ફક્ત સ્તનપાન કરાવવા બાબત, સગર્ભા અને ધાત્રિ માતાઓએ રોજિંદા જીવનમાં કઠોળ અને લીલા પાંદડાવાળા શાકભાજીનો વધુમાં વધુ ઉપયોગ કરવો, પોતાના રોજિંદા ખોરાકમાં પૂર્ણા શક્તિ અને માતૃશક્તિના પેકેટનો વધુમાં વધુ ઉપયોગ કરવો વગેરે બાબતોની માહિતી આપવામાં આવી હતી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.