ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ડિસેમ્બર 19, 2024 4:12 પી એમ(PM) | પંચમહાલ

printer

પંચમહાલ જિલ્લામાં પૂરવઠા વિભાગે 73 બનાવટી રાશનકાર્ડ ધારકોના નામે સરકારી અનાજનું બારોબાર વેચાણ કરવાનું કૌભાંડ પકડી પાડ્યું છે

પંચમહાલ જિલ્લામાં પૂરવઠા વિભાગે 73 બનાવટી રાશનકાર્ડ ધારકોના નામે સરકારી અનાજનું બારોબાર વેચાણ કરવાનું કૌભાંડ પકડી પાડ્યું છે. પંચમહાલના અમારા પ્રતિનિધિ વિપુલ પુરોહિત જણાવે છે કે, ‘આઠ ફેબ્રુઆરી 2024એ ગોધરાણી ધી નવયુગ ગ્રાહક સહકારી મંડળી લિમિટેડની રાહતદરના અનાજની દુકાન પર પૂરવઠા વિભાગની ટુકડીએ તપાસ કરી હતી. દરમિયાન 73 બનાવટી રાશનકાર્ડ મળ્યા હતા. આ રાશનકાર્ડના આધારે સરકારી અનાજનું વેચાણ થતું હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.
પૂરવઠા વિભાગે 2011થી જાન્યુઆરી 2024 સુધીમાં મળવાપાત્ર અનાજની બજાર ભાવ કરતા બમણી કિંમત 2 કરોડ 84 લાખ 37 હજાર 507 રૂપિયા વસૂલવા બદલ મંડળીના સંચાલકને નૉટિસ પણ આપી છે.