ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 20, 2024 3:46 પી એમ(PM)

printer

પંચમહાલ જિલ્લામાં પાક નુકસાનીના વળતર પેટે ખેડૂતોને 21 કરોડ 35 કરોડ રૂપિયા જેટલી રકમ ચૂકવવામાં આવી

પંચમહાલ જિલ્લામાં પાક નુકસાનીના વળતર પેટે ખેડૂતોને 21 કરોડ 35 કરોડ રૂપિયા જેટલી રકમ ચૂકવવામાં આવી છે. જિલ્લામાં ગત ઑગસ્ટ મહિનામાં અતિવૃષ્ટિના કારણે વાવેતરલાયક પોણા 2 લાખ હેક્ટર વિસ્તારમાં કરાયેલા ખરીફ મોસમના પાકને નુકસાન થયું હતું. ત્યારબાદ જિલ્લા ખેતીવાડી વિભાગે સરવે કરતાં 50 હજાર હેક્ટરથી વધુના વિસ્તારના ખેતરોને નુકસાન થયાનું જણાયું હતું.
સરકારે રાહત પેકેજ જાહેર કરતાં પંચમહાલના 29 હજારથી વધુ ખેડૂતોએ નુકસાનના વળતર માટે અરજી કરી હતી, જે ખેતીવાડી વિભાગે મંજૂર કરી હતી. આ મંજૂરી બાદ ખેડૂતોને સહાયની રકમ તેમના સીધા જ ખાતામાં જમા કરવામાં હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.