માર્ચ 18, 2025 7:25 પી એમ(PM)

printer

પંચમહાલ જિલ્લામાં અંદાજિત ૩૧ કરોડ ૬૨ લાખ રૂપિયાના ખર્ચે નવીન સરસાવ જૂથ યોજના તૈયાર કરવામાં આવી રહી છે. – પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા

વિધાનસભા ગૃહમાં પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે, પંચમહાલ જિલ્લામાં અંદાજિત ૩૧ કરોડ ૬૨ લાખ રૂપિયાના ખર્ચે નવીન સરસાવ જૂથ યોજના તૈયાર કરવામાં આવી રહી છે, આ યોજના શરૂ થવાથી પંચમહાલ જિલ્લાના ગોધરા તથા ઘોઘંબાના ૨૦ ગામોના ૮૨ હજારથી વધુ ગામજનોને પીવાના પાણીનો લાભ મળશે.