માર્ચ 30, 2025 3:32 પી એમ(PM)

printer

પંચમહાલ જિલ્લાના લોકસભા સાંસદ રાજપાલસિંહ જાદવની અધ્યક્ષતામાં જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ નિયંત્રણ – દિશાની બેઠક યોજાઈ ગઈ.

પંચમહાલ જિલ્લાના લોકસભા સાંસદ રાજપાલસિંહ જાદવની અધ્યક્ષતામાં જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ નિયંત્રણ – દિશાની બેઠક યોજાઈ ગઈ.
આ બેઠકમાં વિવિધ વિભાગના અધિકારીઓએ જિલ્લામાં વિવિધ યોજના અંતર્ગત થયેલ કામગીરીનો અહેવાલ રજૂ કર્યો હતો. શ્રી જાદવે પંચમહાલ જિલ્લામાં કેન્દ્ર સરકારની યોજનાઓના લાભો છેવાડાના માનવી સુધી પહોંચે તે રીતે કામ કરવા અનુરોધ કર્યો હતો.
આ બેઠકમાં ધારાસભ્ય અને તાલુકાઓના જનપ્રતિનિધીશ્રીઓ દ્વારા રોડ રસ્તા, શાળાના નવા ઓરડા, જળ વ્યવસ્થાપન, આરોગ્યલક્ષી સુવિધાઓ સહિતના પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી. શ્રી જાદવે આ પ્રશ્નોના ઝડપથી હકારાત્મક નિકાલ કરવા જિલ્લા વહીવટી તંત્રના સંબંધિત વિભાગના અધિકારીઓને માર્ગદર્શક સૂચનો આપ્યા હતા.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.