ઓક્ટોબર 27, 2024 7:32 પી એમ(PM)

printer

પંચમહાલ જિલ્લાના ભંડોઇ-મેથાણ ગામમાં વીજળીનો વાયર બાઇકસવાર પર પડતા બે ભાઇઓ સહિત ત્રણ વ્યક્તિઓના વીજકરંટ લાગવાથી મોત નિપજ્યાં છે

પંચમહાલ જિલ્લાના ભંડોઇ-મેથાણ ગામમાં વીજળીનો વાયર બાઇકસવાર પર પડતા બે ભાઇઓ સહિત ત્રણ વ્યક્તિઓના વીજકરંટ લાગવાથી મોત નિપજ્યાં છે. આજે સવારે મોરવા હડફ તાલુકાના ભંડોઇ ગામના નિવાસી બે સગા ભાઇઓ સહિત ત્રણ યુવાનો બાઇક પર ખેતરથી પરત ફરી રહ્યા હતા. ભંડોઇ-મેથાણ ગામના ચાર રસ્તા પાસે ઇલેક્ટ્રીક થ્રી ફેઇઝ લાઇનનો વીજળીનો તાર અચાનક તૂટીને બાઇક પર પડ્યો હતો. અચાનક તૂટીને વીજકરંટ લાગતા મૃત્યુ પામ્યા હતાં. આ અંગે સ્થાનિક પોલીસે ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.