પંચમહાલમાં આજથી ‘આંતરરાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ, નેચરોપેથી, યોગ, ધ્યાન અને આરોગ્ય પરિષદનો પ્રારંભ થશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ૩ હજારથી વધુ ખેડૂતો સાથે સીધો સંવાદ કરશે.
૨૧ ડિસેમ્બર સુધી ચાલનારી આ પરિષદનું આયોજન INO-સૂર્ય ફાઉન્ડેશન સંસ્થા દ્વારા ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સહયોગથી કરવામાં આવ્યું છે.
ગઇકાલે યોજાયેલી પત્રકાર પરિષદમાં સંસ્થાના અધ્યક્ષ ડૉ. અનંત બિરાદરે જણાવ્યુ કે આ પરિષદમાં 150થી વધુ નિષ્ણાંતો ઉપસ્થિત રહેશે. આ પરિષદનો મુખ્ય ઉદ્દેશ્ય ‘નિરોગી માનવ – સમૃદ્ધ ભારત’ના સંકલ્પને સિદ્ધ કરવાનો છે.
Site Admin | ડિસેમ્બર 19, 2025 7:11 એ એમ (AM)
પંચમહાલમાં આજથી ‘આંતરરાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ, નેચરોપેથી, યોગ, ધ્યાન અને આરોગ્ય પરિષદનો પ્રારંભ થશે