ડિસેમ્બર 27, 2025 9:43 એ એમ (AM)

printer

પંચમહાલના ચાંપાનેર-પાવાગઢ ખાતે નવમાં પંચમહોત્સવનો આરંભ

પંચમહાલ જિલ્લાના ચાંપાનેર-પાવાગઢ ખાતે નવમાં પંચમહોત્સવનો રાજ્યકક્ષાના મંત્રી અને પંચમહાલ જિલ્લા પ્રભારી મંત્રી રમેશ કટારાએ પ્રારંભ કરાવ્યો હતો. શ્રી કટારાએ પંચમહોત્સવને ખુલ્લો મૂક્યા બાદ ક્રાફટ બજાર, ફૂડ સ્ટોલની મુલાકાત લીધી હતી અને સાંસ્કૃતિક કાર્યક્રમની શરૂઆત કરવી હતી. પંચમહોત્સવમાં આયોજિત સંગીત સંધ્યામાં ગાયક પાર્થિવ ગોહિલ અને ઓસ્માન મીરે તેમના તાલબદ્ધ અને સુરમયી મધુર સ્વરથી લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતાં, આજે સાગરદાન ગઢવી અને આવતીકાલે કિંજલ દવે પોતાની સૂર રેલાવશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.