પંચમહાલના ગોધરાના ઘઉંની સળીમાંથી વિવિધ કલાકૃતિઓ બનાવનાર કલાકાર અનવર મામજી દુબઈમાં ડિસેમ્બરના અંતમાં આયોજિત આંતરરાષ્ટ્રીય આર્ટિસ્ટ એક્ઝિબિશનમાં પોતાની કલાકૃતિઓ પ્રદર્શિત કરશે.
ઉલ્લેખનીય છે કે તેઓ છેલ્લા 30 વર્ષથી ઘઉંની સળીમાંથી નયનરમ્ય અને આબેહૂબ ચિત્રો તૈયાર કરી રહ્યા છે. તેમણે પોતાની અનોખી કલા દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી, અગ્રણી રાજનેતાઓ તથા અભિનેતાઓના ચિત્રો બનાવી તેમને ભેટ આપ્યા છે. તેમની કલાકૃતિઓને માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિદેશમાં પણ વ્યાપક પ્રશંસા મળી છે. આ અનોખા કૌશલ્ય બદલ તેમને અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે.
Site Admin | ઓક્ટોબર 24, 2025 10:28 એ એમ (AM)
પંચમહાલના કલાકાર અનવર મામજી દુબઈમાં આયોજિત આંતરરાષ્ટ્રીય આર્ટિસ્ટ એક્ઝિબિશનમાં પોતાની કલાકૃતિઓ પ્રદર્શિત કરશે