પંચકોષી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનો પ્રારંભ થઈ ચુક્યો છે. ત્યારે લાખોની સંખ્યામાં ઉમેરતા પરિક્રમાવાસીઓ માટે તંત્ર દ્વારા આ વખતે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.
ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરીને પરિક્રમાવાસીઓની સંખ્યા નોંધવા માટે બે અલગઅલગ પોર્ટેબલ મેટલ ડિટેક્ટર ગોઠવવામાં આવ્યા છે. જ્યારે પરિક્રમા સુચારુ રીતે યોજાય તે માટે તિલકવાડા તરફથી આવતા શહેરાવ ઘાટ ખાતે અઢી કરોડના ખર્ચે કામ ચલાઉ નવો બ્રિજ બનાવવામાં આવ્યો છે.જેની આજુબાજુ સીસીટીવી કેમેરા સાથે એક વિશાળ ડોમ બનાવવામાં આવ્યો છે.
શનિ રવિની રજામાં અને સોમવાર એમ ત્રણ દિવસમાં 35 હજાર જેટલાં પરિક્રમા વાસીઓ પરિક્રમા કરી ચૂક્યા છે. આ પરિક્રમા એક માસ સુધી ચાલશે
Site Admin | માર્ચ 31, 2025 3:34 પી એમ(PM)
પંચકોષી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનો પ્રારંભ થઈ ચુક્યો
