ન્યૂ ઝિલૅન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સન આજે બપોરે ભારતના પાંચ દિવસના પ્રવાસે નવી દિલ્હી પહોંચ્યા છે

ન્યૂ ઝિલૅન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સન આજે બપોરે ભારતના પાંચ દિવસના પ્રવાસે નવી દિલ્હી પહોંચ્યા છે. તેમની સાથે એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ છે. હવાઈમથક પર કેન્દ્રીય મત્સ્યઉદ્યોગ, પશુપાલન અને ડેરી રાજ્યમંત્રી પ્રૉફેસર એસ. પી. સિંહ બઘેલે શ્રી લક્સનનું સ્વાગત કર્યું હતું.
વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ન્યૂ ઝિલૅન્ડના તેમના સમકક્ષ સાથે બંને દેશા સંબંધના વિવિધ પાસાઓ પર ચર્ચા કરશે. તેઓ રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને પણ મળશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.