ન્યુ યોર્કમાં સંયુક્ત રાષ્ટ્રસંઘની જનરલ એસેમ્બલી દરમિયાન વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર, બ્રાઝિલના વિદેશ મંત્રી મૌરો વિએરા અને દક્ષિણ આફ્રિકાના મહિલા, યુવા અને વિકલાંગ બાબતોના મંત્રાલયના પ્રમુખ મંત્રી સિંદિસિવે ચિકુંગાએ એક બેઠક યોજી હતી.
13મી IBSA ત્રિપક્ષીય મંત્રી આયોગની બેઠકના મીડિયા નિવેદનમાં, મંત્રીઓએ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં તાજેતરના આતંકવાદી હુમલામાં નાગરિકોની ક્રૂર હત્યાની સખત નિંદા કરી. આતંકવાદ માટે શૂન્ય સહિષ્ણુતાનો આગ્રહ કર્યો. તેમણે આ ક્ષેત્રમાં સંયુક્ત રાષ્ટ્રની કેન્દ્રીય સંકલન ભૂમિકા પર ભાર મૂક્યો અને સંયુક્ત રાષ્ટ્રસંઘની જનરલ એસેમ્બલીના માળખામાં આંતરરાષ્ટ્રીય આતંકવાદ પર વ્યાપક સંમેલન બોલાવવાના મહત્વનો પુનરોચ્ચાર કર્યો.
Site Admin | સપ્ટેમ્બર 27, 2025 7:44 પી એમ(PM)
ન્યૂયોર્કમાં મળેલી 13મી ભારત, બ્રાઝિલ, અને દક્ષિણ આફ્રિકાના વિદેશમંત્રીઓની બેઠકમાં પહેલગામ આતંકવાદી હુમલાની સખત નિંદા કરાઇ.