ઓક્ટોબર 19, 2024 10:03 એ એમ (AM)

printer

ન્યૂઝીલેન્ડ મહિલા ટ્વેન્ટી-20 ક્રિકેટ વિશ્વ કપની ફાઇનલમાં પહોંચી ગયું

ન્યૂઝીલેન્ડ મહિલા ટ્વેન્ટી-20 ક્રિકેટ વિશ્વ કપની ફાઇનલમાં પહોંચી ગયું છે. સંયુક્ત આરબ અમીરાતના શારજાહમાં ગઈકાલે રાત્રે સેમીફાઈનલમાં ન્યુઝીલેન્ડે વેસ્ટ ઈન્ડિઝને પરાજય આપ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે નવ વિકેટે 128 રન બનાવ્યા હતા. જવાબમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ આઠ વિકેટે 120 રન જ બનાવી શકી હતી.
આવતીકાલે ફાઈનલમાં ન્યુઝીલેન્ડનો મુકાબલો દક્ષિણ આફ્રિકા સામે થશે.