ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 3, 2024 8:02 પી એમ(PM) | ટેસ્ટ મેચની શ્રેણી

printer

ન્યૂઝીલેન્ડે ભારત સામેની ત્રણ ટેસ્ટ મેચની શ્રેણી 3-0થી જીતી લીધી છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી ત્રીજી અને અંતિમ ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડે ભારતને 25 રનથી હરાવ્યું.

ન્યૂઝીલેન્ડે ભારત સામેની ત્રણ ટેસ્ટ મેચની શ્રેણી 3-0થી જીતી લીધી છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી ત્રીજી અને અંતિમ ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડે ભારતને 25 રનથી હરાવ્યું. જીત માટે 147 રનના જવાબમાં ભારતીય ટીમ 121 રનમાં ઑલઆઉટ થઈ હતી. ઋષભ પંતે સૌથી વધુ 64 રન બનાવ્યા. વૉશિગ્ટન સુંદરે 12 અને કેપ્ટન રોહિત શર્મા 11 રન બનાવી આઉટ થયા હતા. ન્યૂઝીલેન્ડ માટે એજાઝ પટેલે છ વિકેટ લીધી હતી, એજાઝે આ મેચમાં 11 વિકેટ ઝડપી હતી. એજાઝને પ્લેયર ઑફ ધી મેચ જાહેર કરાયા.
આ પૂર્વે ન્યૂઝીલેન્ડની ટીમે બીજા દાવમાં ગઈકાલે 9 વિકેટ ગુમાવીને 171 રનથી આગળ રમવાનું શરૂ કર્યું હતું, અને 174 પર રન આઉટ થઈ ગઈ હતી. ભારત માટે રવિન્દ્ર જાડેજા એ પાંચ અને રવિચંદ્રન અશ્વિને ત્રણ વિકેટ ઝડપી હતી. આકાશદીપ અને વૉશ્ગિંટન સુન્દરે એક-એક વિકેટ ઝડપી. ન્યૂઝીલેન્ડ તરફથી વિલ યંગે સૌથી વધુ 244 રન બનાવ્યા હતા. તેમને પ્લેયર ઑફ ધી સિરિઝનોનો ખિતાબ અપાયો હતો. ન્યૂઝીલેન્ડે પહેલા દાવમાં 235 રન અને બીજા દાવમાં 174 રન બનાવ્યા હતા. ભારતે પહેલા દાવમાં 263 રન બનાવ્યા. ન્યૂઝીલેન્ડે બેંગલુરુમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતને 8 વિકેટથી અને પુણેમાં રમાયેલી બીજી મેચમાં 113 રનથી હરાવ્યું હતું.