મે 6, 2025 2:08 પી એમ(PM)

printer

ન્યૂઝીલેન્ડના સાંસદે 16 વર્ષથી નાની વયના બાળકો દ્વારા સોશિયલ મીડિયાનાં ઉપયોગ પર પ્રતિબંધની દરખાસ્ત કરી.

ન્યૂઝીલેન્ડના સાંસદે 16 વર્ષથી નાની વયના બાળકો દ્વારા સોશિયલ મીડિયાનાં ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની દરખાસ્ત કરી છે. નેશનલ પાર્ટીના સાંસદ કેથરિન વેડ્ડે મેમ્બર બિલ રજૂ કર્યું છે, જેમાં સોશિયલ મિડિયા કંપનીઓએ ઉપયોગકર્તાની વય ચકાસવાની રહેશે અને સગીરોને ખાતુ ખોલતા અટકાવવામાં આવશે. સૂચિત કાયદા હેઠળ નિયમનું પાલન નહીં કરનાર પ્લેટફોર્મને નાણાંકીય દંડ કરાશે.
આ બિલને પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સને પણ ટેકો આપ્યો છે. તેમણે આ દરખાસ્તને સરકારી બિલ તરીકે અપનાવવા સંમતિ વ્યક્ત કરી છે.
ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયાએ સેનેટમાં બિલ પસાર કરીને નવેમ્બર 2024માં દેશમાં 16 વર્ષથી ઓછી વયના બાળકોને સોશિયલ મિડિયાનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો.