ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સન આજે બપોરે ભારતની પાંચ દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચશે. તેમની સાથે મંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ, વ્યવસાયો, મીડિયા અને ભારતીય ડાયસ્પોરા સમુદાયના સભ્યો સહિત ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ આવશે.
વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ન્યુઝીલેન્ડના તેમના સમકક્ષ સાથે ભારત-ન્યુઝીલેન્ડ સંબંધોના વિવિધ પાસાઓ પર ચર્ચા કરશે. શ્રી લક્સન 10મા રાયસીના સંવાદ-2025ના ઉદ્ઘાટન સત્રમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે અને મુખ્ય ભાષણ આપશે. તેઓ રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પણ મળશે.
પ્રધાનમંત્રી લક્સન મુંબઈની પણ મુલાકાત લેશે જ્યાં તેઓ વ્યાપારી નેતાઓ સાથે વાતચીત કરશે. ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રીની આ મુલાકાતનો હેતુ બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવાનો છે.
Site Admin | માર્ચ 16, 2025 1:50 પી એમ(PM)
ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સન આજે ભારતની પાંચ દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચશે
