જાન્યુઆરી 18, 2026 7:18 પી એમ(PM)

printer

ન્યુઝિલેંડ સામેની ઇન્દોર ખાતે રમાઇ રહેલી ત્રીજી એકદિવસીયમાં ભારતને જીતવા 338 રનનું લક્ષ્યાંક.

ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે ત્રણ મેચોની શ્રેણીની અંતિમ એકદિવસીય મેચમાં ન્યૂઝિલેન્ડે ભારતને જીતવા માટે 338 રનનો લક્ષ્યાંક આપ્યો છે.
ઈન્દોરમા રમાઈ રહેલી આ મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝિલેન્ડની ટીમે 50 ઓવરમાં આઠ વિકેટે 337 રન બનાવ્યા હતા.
યજમાન ભારતે 338 રનના લક્ષ્યાંકનો પીછો કરતાં છેલ્લા મળેલા અહેવાલ મુજબ ભારતે 15 ઓવરમાં 4 વિકેટ 82 રન બનાવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, હાલની એકદિવસીય શ્રેણી 1-1થી બરાબર છે, જેમાં ભારતે પહેલી મેચ જીતી હતી અને ન્યૂઝીલેન્ડે બીજી મેચ જીતી હતી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.