ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 14, 2025 2:02 પી એમ(PM)

printer

ન્યાયાધીશ બી. આર. ગવઈએ ભારતના 52મા મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે શપથગ્રહણ કર્યા

ન્યાયાધીશ ભૂષણ રામકૃષ્ણ ગવઈએ આજે દેશના 52મા મુખ્ય ન્યાયમુર્તિ તરીકે શપથ ગ્રહણ કર્યા. રાષ્ટ્રપતિ ભવન ખાતે આજે સવારે યોજાયેલા વિશેષ સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ શ્રી ગવઈને શપથ લેવડાવ્યા હતા. ન્યાયાધીશ ભૂષણ રામકૃષ્ણ ગવઈએ ગઈકાલે નિવૃત્ત થયેલા ન્યાયમુર્તિ સંજીવ ખન્નાનું સ્થાન લીધું છે. ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય મંત્રીઓ અને સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ શપથગ્રહણ સમારોહ યોજાયો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ