ડિસેમ્બર 30, 2025 9:38 એ એમ (AM)

printer

નૌકાદળનું સ્વદેશી આઇએનએસવી કૌન્ડિન્ય જહાજ પોરબંદરથી મસ્કત જવા રવાના

ભારતીય નૌકાદળનું સ્વદેશી રીતે નિર્મિત પરંપરાગત ટાંકાવાળું સઢવાળું જહાજ, ભારતીય નૌકાદળનું સૈઈલિંગ વહાણ (આઇએનએસવી) કૌન્ડિન્ય ગુજરાતનાં પોરબંદરથી ઓમાન સલ્તનતના મસ્કત સુધીની તેની પ્રથમ વિદેશી સફર પર રવાના થયું છે. આ ઐતિહાસિક અભિયાન જીવંત સમુદ્રી સફર દ્વારા તેના પ્રાચીન દરિયાઈ વારસાને પુનર્જીવિત કરવા, સમજવા અને ઉજવણી કરવાના ભારતના પ્રયાસોમાં એક મુખ્ય સીમાચિહ્નરૂપ છે.ભારતમાં ઓમાન સલ્તનતના રાજદૂત ઇસા સાલેહ અલ શિબાની, ભારતીય નૌકાદળના વરિષ્ઠ અધિકારીઓ અને પ્રતિષ્ઠિત મહેમાનોની હાજરીમાં, વેસ્ટર્ન નેવલ કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ, વાઇસ એડમિરલ કૃષ્ણા સ્વામિનાથન દ્વારા આ જહાજને લીલી ઝંડી અપાઈ હતી.આઇએનએસવી કૌન્ડિન્યનું નિર્માણ પરંપરાગત ટાંકાવાળા જહાજ નિર્માણ તકનીકોનો ઉપયોગ કરીને કરાયું છે, જેમાં સદીઓ જૂની કુદરતી સામગ્રી અને પદ્ધતિઓનો ઉપયોગ કરાયો છે.