નૌકાદળના વડા, એડમિરલ દિનેશ કે. ત્રિપાઠી ચાર દિવસની મુલાકાતે સંયુક્ત આરબ અમીરાત UAE પહોંચ્યા છે. બંને દેશો વચ્ચેના સંરક્ષણ સહયોગને મજબૂત કરવા તેઓ UAE નેવલ ફોર્સના કમાન્ડર, રીઅર એડમિરલ પાયલટ સઈદ બિન હમદાન અલ નાહયાન અને UAE ના અન્ય વરિષ્ઠ સરકારી અધિકારીઓ સાથે ચર્ચા કરશે. તેઓ UAEની નેશનલ ડિફેન્સ કોલેજની પણ મુલાકાત લેશે અને વિદ્યાર્થી તથા અધિકારીઓ સાથે ચર્ચા કરશે.
નૌકાદળના વડાની સંયુક્ત આરબ અમીરાતની આ મુલાકાતનો હેતુ તમામ ક્ષેત્રોમાં વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી સાથે સંરક્ષણ સહયોગ વધારવાનો અને ભારત અને UAE વચ્ચે દ્વિપક્ષીય દરિયાઈ સંબંધોને મજબૂત કરવાનો છે.
Site Admin | ઓક્ટોબર 21, 2024 2:13 પી એમ(PM)
નૌકાદળના વડા, એડમિરલ દિનેશ કે. ત્રિપાઠી ચાર દિવસની મુલાકાતે સંયુક્ત આરબ અમીરાત UAE પહોંચ્યા છે
