ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓગસ્ટ 7, 2024 1:59 પી એમ(PM)

printer

નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યૂનુસને બાંગ્લાદેશમાં વચગાળાની સરકારના પ્રમુખ નિયુક્ત કરાયા

બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીને નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યૂનુસને વચગાળાની સરકારના પ્રમુખ નિયુક્ત કર્યા છે. ગઈકાલે ઢાકામાં રાષ્ટ્રપતિ ભવન – બંગભવનમાં સૈન્યના ત્રણેય પાંખના વડાઓ, વિદ્યાર્થી આંદોલનના 13 સભ્યોના પ્રતિનિધિ મંડળ સાથે થયેલી બેઠક બાદ રાષ્ટ્રપતિએ આ નિર્ણયની જાહેરાત કરી હતી.
રાષ્ટ્રપતિના મીડિયા સચિવે મોડી રાતે પત્રકારોને જણાવ્યું હતું કે વિવિધ રાજકીય પક્ષો સાથે ચર્ચા -વિમર્શ બાદ અંતરિમ સરકારના અન્ય સભ્યોના નામ વિશે નિર્ણય કરાશે. ગઇકાલે રાષ્ટ્રપતિએ સંસદ બરખાસ્ત કરી હતી. 84 વર્ષિય મોહમ્મદ યૂનુસને ગ્રામીણ બૅંકના માધ્યમથી ગરીબી નાબૂદી ઝુંબેશ માટે વર્ષ 2006માં નોબોલ શાંતિ પુરસ્કારથી સમ્માનિત કરાયા હતા.
સોમવારે રાજકીય અવકાશની સ્થિતિને પગલે લશ્કરે સત્તા સંભાળ્યા બાદ પણ દેશભરમાં હિંસાની ઘટનાઓ સામે આવી છે. જુલાઈના મધ્યમાં ફરી શરૂ થયેલા વિરોધ પ્રદર્શનોમાં મૃતકોની સંખ્યા વધીને 40 થઈ ગઈ છે. જ્યારે કે અત્યાર સુધીમાં કુલ 300થી વધુના મોત થઈ ચૂક્યા છે.
બાંગ્લાદેશના ઢાકા ખાતે ભારતીય ઉચ્ચયુક્ત કાર્યલયના કર્મચારીઓ સાથે સ્વદેશ પરત ફર્યા છે.
દરમિયાન બાંગ્લાદેશ રાષ્ટ્રીય પક્ષ -બીએનપી પ્રમુખ અને પૂર્વ પ્રધાનમંત્રી ખાલિદા ઝીયાને નજરકેદમાંથી મુક્ત કરી દેવાયા છે. પૂર્વ પ્રધાનમંત્રી છેલ્લા લાંબા સમયથી બીમાર હોવાના અહેવાલ છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.