જુલાઇ 7, 2025 7:19 પી એમ(PM)

printer

નોટિફાઇડ વન વિસ્તાર બહાર વૃક્ષ આવરણમાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર

નોટિફાઇડ વન વિસ્તાર બહાર વૃક્ષ આવરણમાં કુલ 241.29 ચોરસ કિલોમીટરના નોંધપાત્ર વધારા સાથે ગુજરાત દેશભરમાં અગ્રેસર છે.
ભારતીય વન સર્વેક્ષણ-FSI -2023ના અહેવાલમાં જણાવ્યા અનુસાર વર્ષ 2021માં રાજ્યમાં કુલ વૃક્ષ આવરણ 2.80 ટકા હતું, જે વર્ષ 2023માં વધીને 3.38 ટકા થયું. જ્યારે વર્ષ 2021માં રાજ્યનું કુલ લીલું આવરણ 10.41 ટકા હતું જે વધીને વર્ષ 2023માં 11.03 ટકા થયું છે. રાજ્યમાં કુલ રેકોર્ડેડ વન વિસ્તાર 21 હજાર 870 વર્ગ કિલોમીટર એટલે કે રાજ્યના કુલ ભૌગોલિક વિસ્તારના 11.14 ટકા છે. જ્યારે વન આવરણ 15 હજાર 16 વર્ગ કિલોમીટર એટલે કે 7.65 ટકા અને વૃક્ષ આવરણ 6 હજાર 632 વર્ગ કિલોમીટર એટલે 3.38 ટકા છે. આમ રાજ્યનું કુલ હરિત આવરણ 21 હજાર 648 વર્ગ કિલોમીટર એટલે કે 11.03 ટકા છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.