નેશનલ હાઇવે એક્સેલન્સ એવોર્ડ્સ 2023ની છઠ્ઠી આવૃત્તિ આજે નવી દિલ્હીમાં યોજાશે. દેશભરમાં ઉચ્ચ પ્રદર્શન કરતી હાઇવે સંપત્તિઓના નિર્માણ અને જાળવણીમાં યોગદાન બદલ વ્યક્તિઓ અને હિસ્સેદારોને આ એવોર્ડ એનાયત કરાય છે.હાઇવે બાંધકામમાં ઉભરતી ટેકનોલોજી, પર્વતીય પ્રદેશોમાં માળખાગત વિકાસ અને ભારતીય બાંધકામ કંપનીઓની વૈશ્વિક સ્પર્ધાત્મકતા વધારવા જેવા મુખ્ય વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરીને તજજ્ઞો દ્વારા ચર્ચા પણ કરાશે
Site Admin | એપ્રિલ 15, 2025 9:37 એ એમ (AM)
નેશનલ હાઇવે એક્સેલન્સ એવોર્ડ્સ 2023ની છઠ્ઠી આવૃત્તિ આજે નવી દિલ્હીમાં યોજાશે