નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા (NSD) 28 જાન્યુઆરીથી 16 ફેબ્રુઆરી દરમિયાન તેના મુખ્ય ભારત રંગ મહોત્સવના 24મા સંસ્કરણનું આયોજન કરશે. આ ઉત્સવ કોલંબો અને કાઠમંડુ સહિત 13 શહેરોમાં ઉજવવામાં આવશે, જે આ ઉત્સવને દેશની બહાર પણ વિસ્તારશે. વીસ દિવસના આ કાર્યક્રમમાં નવઅલગ અલગ દેશોના 200 થી વધુ કૃતિઓ દર્શાવવામાં આવશે. આ ઉત્સવમાં તાઇવાન, રશિયા, ઇટાલી, નેપાળ, શ્રીલંકા સહિત અન્ય દેશોના આંતરરાષ્ટ્રીય થિયેટર જૂથોની ભાગીદારી પણ જોવા મળશે. પ્રખ્યાત અભિનેતા અને NSD ના ભૂતપૂર્વ વિદ્યાર્થી રાજપાલ યાદવને આ વર્ષના ઉત્સવના રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
Site Admin | જાન્યુઆરી 22, 2025 7:42 પી એમ(PM)
નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા (NSD) 28 જાન્યુઆરીથી 16 ફેબ્રુઆરી દરમિયાન તેના મુખ્ય ભારત રંગ મહોત્સવના 24મા સંસ્કરણનું આયોજન કરશે
